સંબંધોની માયાજાળ સ્વપ્નાઓ વગરની રાત ગમતી નથી મને, માનવતા વગરની વાત ગમતી નથી મને, આપણી સાથે અલગ ને બીજા સાથે અલગ, પવનની જેમ ફૂકાતાં માણસની જાત ગમતી નથી મને, જેમને મળીને મળે માત્ર અફસોસ એવા લોકોની મુલાકાત ગમતી નથી મને, જે પણ જણાવવું હોય એ સામે આવીને જણાવો , સબંધોમાં વિષની બક્ષિસ ગમતી નથી મને . સીમાબાનુ એસ.ધેનધેન