Skip to main content

Posts

Showing posts from 2017
ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ? ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/  NSG નું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને  NSG  સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ  NSG ના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો  NSG નું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને  NSG નું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને  NSG  સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ  NSG ના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે. ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં...
સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન ! તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં ...
વિજ્ઞાન અને રાજકારણ : નોખાં રહે તો સફળતા, નહિતર સૂરસૂરિયું ઇસરોના કાબેલ વિજ્ઞાનીઓએ તથા ટેક્નિશિઅનોએ ગયા મહિને  PSLV ની એક જ છલાંગે સામટા ૧૦૪ ઉપગ્રહોને અંતરિક્ષમાં નિયત ભ્રમણકક્ષામાં પહોંચાડી આપ્યા એ ખુમારીપ્રેરક અને ખુશાલીજનક પ્રસંગની ઉજવણી ‘સફારી’ની ટીમે કાર્યાલયમાં પેંડા પાર્ટી વડે કરી. એક કે બાદ એક પેંડાને ‘ન્યાય’ આપી રહેલા ટીમસભ્યો વચ્ચે ઇસરો અને તેની સિદ્ધિઓ વિશે જે ચર્ચા ચાલી તેમાં એક સરસ મુદ્દો અનાયાસે નીકળ્યો ઃ વિજ્ઞાન-ટેક્નોલોજિનાં આપણાં અન્ય સરકારી એકમો કેમ ઇસરો જેટલા કાર્યક્ષમ નથી ? મસ્ત સવાલ છે. થોડાક બેકગ્રાઉન્ડ સાથે તેનો ખુલાસો વાંચો-- આજથી ૬૦ વર્ષ પહેલાં જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ રશિયાએ ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી એવું રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરનું દિમાગી ફરજંદ હતું. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. રાઇટ બ્રધર્સનું પહેલું પ્લેન હજી આકાર નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે વધુ સ્પીડ માટે રોકેટને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઇએ. પહેલું કમ્પ્યૂટર અમેરિક...
ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક  : 06  ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 /   ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ :   12  ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના  ટંકારા  ગામે જન્મેલા  મુળશંકર અંબાશંકર ત્રીવેદી  નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત  ભ્રમ  ભાંગી ગયો.  તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ  બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો  ભ્રમ  ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક  મહર્ષી દયાનન્દ સરસ્વતી  તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...
લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ ! શ્રી મહેન્દ્ર ઠાકર સંકલિત ‘કબીર બાની’ પુસ્તક વાંચતા આ દુહા પર વિચારાર્થે મન અટકી ગયું. ‘ઘર બેઠાં ગંગા’  જેવું આ પુસ્તક મોકલવા માટે શ્રી સુરેશભાઈ જાનીનો પણ મહેન્દ્રભાઈ સાથે આભાર! કહેવું અને કરવું આ બે વચ્ચે ભલભલાં ગોથાં ખાય છે. કબીરની આ એક પંક્તિથી મનમાં જાણે વંટોળ જાગ્યો. એક પડકાર જાણે! મનના ચાતુર્ય સામે મનના સંયમનો પડકાર! લખવાં-વાંચવાં સાથે વાક્ચાતુર્યને પણ લઈએ. ચતુરાઈ કેળવવી સહેલી છે પણ જે લખીએ-વાંચીએ કે કહીએ તે જીવનમાં મૂકવાનું સરળ નથી. તે માટે મનના સંયમની આવશ્યકતા અગ્રક્રમે છે.  જે વાત આપણે સમજીએ છીએ તે પણ અમલમાં મૂકવાનું અઘરૂં હોય ત્યાં નવા જ્ઞાનને પચાવવું તો ક્યાંથી સહેલું હોય? મનને જે પચે નહી તે મનની બહાર નીકળી જાય…આવી કેટકેટલી વાતો આપણે રોજ-બરોજ  આ કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાંખીએ છીએ અને પછી ફરિયાદ કરીએ કે મારી વાત કોઈ સાંભળતું નથી. મન પાસેથી ધાર્યુ કામ લઈ શકનારને આપણે બિરદાવીએ છીએ અને તેમનું અનુકરણ કરવા પ્રેરાઈએ છીએ પણ મોટાભાગના લોકો પ્રબળ ઈચ્છા શક્તિથી મનને આજ્ઞાંકિત કરી જા...