Skip to main content

ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSGનું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSGના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSGનું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSGનું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSGના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે.
ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરવાનો છે. વિદેશી યુરેનિયમ મેળવ્યા વિના એ શક્ય નથી. બીજી તરફ અણુઊર્જાની બાબતે ભારત વૈશ્વિક લેવલે જ્ઞાતિબહાર મૂકાયેલો દેશ છે. મે ૧૮, ૧૯૭૪ના રોજ ભારતે પોકરણ ખાતે પહેલો અણુધડાકો કર્યા પછી જગતભરમાં હોબાળો મચ્યો. ૧૯૭૫માં અમેરિકાની સરદારી નીચે એ દેશોના પ્રતિનિધિઓ લંડનમાં ભેગા મળ્યા કે જેઓ અણુઊર્જાને લગતો સરંજામ નિકાસ કરે છે. ભારત પર તહોમત એ મૂકાયું કે અમેરિકાએ તથા કેનેડાએ તેને જે યુરેનિયમ તથા અણુરિએક્ટર વેચ્યાં તેમનો ઉપયોગ તેણે અણુબોમ્બ બનાવવા માટે કર્યો. આ દેશોએ તાબડતોબ ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નામનું મોનોપલી જૂથ રચી દીધું. જૂથે સર્વસંમતિએ ઠરાવ્યું કે ભારત જેવા ‘આડે પાટે’ ગયેલા કે જાય તેવા દેશોને યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિ વેચવા નહિ.

આમ, ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG વાસ્તવમાં અણુક્ષેત્રે મુખ્યત્વે ભારતના હુક્કાપાણી બંધ કરાવાના આશયે રચાયેલું બહુરાષ્ટ્રીય સંગઠન છે. આજે તે સંગઠનમાં ચીન સહિત કુલ ૪૮ સભ્યદેશો છે, પણ ભારત નથી. અગાઉની કેંદ્ર સરકારોએ સભ્યપદ માટે કોશિશો પણ કરી નથી. વર્તમાન સરકારે ઝુંબેશ ઉપાડી અને રશિયા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે અગ્રગણ્ય દેશોને ભારતની તરફેણમાં લાવી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટિક અભિયાન મુખ્ય ત્રણ કારણોસર ચલાવ્યું :

(૧) ભારત NSGનું સભ્ય થાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે પ્રતિબંધોને લીધે છેલ્લાં ચાલીસેક વર્ષ થયે મળ્યો નથી. 

(૨) અણુશક્તિની બાબતમાં આવશ્યક તમામ પ્રણાલી-પુરવઠો છૂટથી ઉપલબ્ધ થયા બાદ ભારત પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાન કરતાં આગળ નીકળી શકે અને વખત જતાં ચીનનું સમોવડિયું બની શકે તે NSGનું સભ્યપદ હાંસલ કર્યાનો બીજો ફાયદો છે. ભારતની સરખામણીએ પાકિસ્તાન હાલ વધુ અણુશસ્ત્રો ધરાવે છે. અમેરિકી સૂત્રો મુજબ પાકિસ્તાન વર્ષેદહાડે ૨૦ અણુશસ્ત્રો તૈયાર કરી રહ્યું છે, જ્યારે ભારત ફક્ત ૫ બનાવે છે. આપણને તંગી યુરેનિયમની વરતાય છે. અણુપ્રસારને રોકતી સંધિ પર આપણે સહી કરી નથી, માટે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમ ખરીદી શકતા નથી. ભારત NSGનું સભ્ય થાય તો મુક્ત રીતે યુરોનિયમની ખરીદી થઇ શકે. 

(૩) લાત્વિયા અને બેલારૂસ જેવા ચિલ્લર દેશો પણ NSGના સભ્યો છે. નવાઇ તો એ કે અમુક સભ્યદેશો અણુકાર્યક્રમ ધરાવતા જ નથી. આ દેશોના પ્રતિનિધિઓ NSGની બેઠકમાં મંત્રણના રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવાયેલા હોય અને બીજી તરફ એશિયન સુપરપાવરના દરજ્જે ઝડપભેર પહોંચવા માંડેલા ભારતે દરવાજાની બહાર રહેવું પડે એ સ્થિતિ માનભરી નથી. દુનિયાના ૪૮ જેટલા દેશોના વિશિષ્ટ જૂથમાં ભારતની ગણના ન થવાને લીધે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિભા તેમજ પ્રભાવ બેયને ધક્કો પહોંચ્યો છે.

આ જૂથમાં છેવટે ભારતને પ્રવેશ ન મળ્યો, કારણ કે એશિયામાં પોતાની રાજકીય તથા લશ્કરી વગ જાળવી રાખવા માગતું (અને ભારતને યુરેનિયમથી વંચિત રાખવા માગતું) ચીન અડચણો નાખ્યા વિના ન રહ્યું. આમ છતાં ભારતે કૂટનીતિની લાંબી કસરત એટલા માટે કરી કે વિશ્વમતને પોતાની તરફેણમાં લાવવો હતો અને ચીનને એકલું પાડી દેવું હતું. ટૂંકમાં, ભારતે (સફળતાપૂર્વક) માંડેલો ખેલ ડિપ્લોમેટિક હતો. એ વાત જુદી કે દેશનું બહુધા મીડિઆ તે ખેલ સમજી ન શક્યું અને ચીને ભારતનું સૂરસૂરિયું કરી નાખ્યાના ન્યૂઝ સાથે તેણે મામલો ચગાવ્યો.

Comments

Popular posts from this blog

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક  : 06  ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 /   ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ :   12  ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના  ટંકારા  ગામે જન્મેલા  મુળશંકર અંબાશંકર ત્રીવેદી  નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત  ભ્રમ  ભાંગી ગયો.  તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ  બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો  ભ્રમ  ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક  મહર્ષી દયાનન્દ સરસ્વતી  તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...
સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન ! તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં ...