Unit - 3 શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા અને પડકારો
(3.1) પુખ્ત શિક્ષણ (એંડ્રાગોગી)ની સંકલ્પના અને તેના સિદ્ધાંતો
- એંડ્રાગોગી - પુખ્તવયના યુવાન & પ્રૌઢ માટે પદ્ધતિશાસ્ત્ર
એંડ્રાગોગીની બે પ્રાથમિક સમજણ અસ્તિત્વમાં છે.
1 ) સમજણનું વિજ્ઞાન(સિદ્ધાંત ) અને સહાયક (અભ્યાસ) પુખ્ત વયના લોકો માટે આજીવન શિક્ષણ.
2) માલ્કમ નોલ્સની પરંપરામાં, ચોક્કસ સૈદ્ધાંતિક અને વ્યવહારુ અભિગમ. તે સ્વનિર્દેશિત અને
સ્વાયત્ત શીખનારાઓ તેમજ શિક્ષકોની શિક્ષણની સુવિધા આપનારાઓની માનવતાવાદી
વિભાવના પર આધારિત છે.
એંડ્રાગોગી સંકલ્પના :-
Andra - ગ્રીક ભાષામાં પુખ્ત માનસ
Gogy - દોરવાની આપવી
વ્યાખ્યા
" એંડ્રાગોગી એટલે પુખ્તોના જીવનપર્યંત અને જીવન કાળમાં વહેંચાયેલા શિક્ષણને સમજવાનું અને સહાય કરવાનું વિજ્ઞાન."
[એંડ્રાગોગી = જીવનપર્યંત + સમજવાનું + સહાય કરવાનું]
નોવેલ્સ મુજબ,
"પુખ્તવયના લોકોને અધ્યયનમાં મદદ કરવાની કળા અને વિજ્ઞાન."
પુખ્ત વિદ્યાર્થી = સ્વયંનિર્દેશિત + સ્વાયત્ત
પૂર્વધારણા
1) પુખ્તવયના લોકોને ભણવું શા માટે જરૂરી છે? તે જાણવું જરૂરી છે.
2) તમને અનુભવે (પુખ્તવયના લોકોને) આધારે ભણવાની જરૂરિયાત હોય છે.
3) પુખ્તવયના લોકો સમસ્યા સમાધાન તરીકે અધ્યયનને જુએ છે.
4) પુખ્તવયનો વિદ્યાર્થી જે શીખ્યો હોય તેની ઉપયોગિતા તરત જ મળે તેવું થાય ત્યારે તેઓ શ્રેષ્ઠ રીતે
શીખે છે.
સિદ્ધાંતો :-
1) જ્યારે પુખ્તવયના વિદ્યાર્થીને પોતાના અધ્યયનની દિશા નક્કી કરવાની સ્વતંત્રતા મળે ત્યારે તેઓ
અચૂકપણે અસરકારક રીતે ભણે છે. પુખ્તવયના વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કૌશલ્યો અથવા જ્ઞાન
મેળવવા માટેની તીવ્ર આંતરિક પ્રેરણા હોય છે.
માલ્કમ નોવેલ્સએ આપેલા સિદ્ધાંતો
1) પુખ્તવયના લોકોને પોતાની દિશામાં પોતાના શિક્ષણના આયોજનમાં અને મૂલ્યાંકનમાં સામેલ
કરવાની જરૂર છે.
2) પુખ્તવયના વિદ્યાર્થીઓની અધ્યયન પ્રવૃત્તિઓ માટે તેમનો અનુભવ મૂળ આધાર છે.
3) પુખ્તવયના વિદ્યાર્થીઓને પોતાની વ્યક્તિગત જિંદગી અથવા વ્યવસાય માટે તરતજ ઉપયોગમાં
આવે તેવા વિષયો શીખવામાં સૌથી વધુ રસ હોય છે.
4) પુખ્તવયના વિદ્યાર્થીઓનું અધ્યયન વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને ન થાય. પરંતુ વાસ્તવિક સમસ્યાનો
ઉકેલ મળે તેને કેન્દ્રમાં રાખીને થાય.
5) પુખ્ત શિક્ષણ સામગ્રી-લક્ષીને બદલે સમસ્યા -કેન્દ્રિત છે.
Comments
Post a Comment