unit:-3
(3.2) શિક્ષકો અને શિક્ષક - પ્રશિક્ષકો માટે નૈતિકતાના નિયમો
નૈતિકતાના નિયમો મુખ્ય રીતે 5 ક્ષેત્રમાં વહેંચાયેલા છે.
1) વિદ્યાર્થી સંબંધિત નિયમો
2) વિદ્યાર્થીના માતા - પિતા સંબંધિત નિયમો
3) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો
4) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યાવસાયિક સંગઠન સંબંધિત
5) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો
(1) વિદ્યાર્થી સંબંધિત નિયમો :-
1) શાળામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું
2) પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને પાઠો આપે.
3) ધર્મ, જાતિયતા, આર્થિક દરજ્જો, ભાવ કે વર્તનમાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થીને પ્રેમ અને લગાવથી
ભણાવવું .
4) વિદ્યાર્થીના શારીરિક, સામાજીક, બૌદ્ધિક, સાંવેગિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરવી
જોઈએ.
5)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીના સાંસ્કૃતિક, સામાજિક પૃષ્ઠભૂમિ અને વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં
રાખીને ભણાવવું.
6)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીઓની અંગત ખાનગી બાબતોથી કોઈ અનઅધિકૃત વ્યક્તિને જાણ ન કરવી
જોઈએ.
7) વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં ભેદભાવ કે પક્ષપાત ન કરવો જોઈએ.
(2) વિદ્યાર્થીના માતા- પિતા સંબંધિત નિયમો:-
1)વિદ્યાર્થી -પ્રશિક્ષણાર્થીના માતા-પિતા સાથે સૌહાદપૂર્ણ સંબંધ જાળવે.
2) વિદ્યાર્થી- પ્રશિક્ષણાર્થીઓની સિદ્ધિ/ ખામી વિશે વાલીને માહિતી આપે.
3) વાલી/ માતા-પિતા સમક્ષ વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીના આત્મવિશ્વાસ તેમજ સ્વમાનને ઠેસ પહોંચે તે
પ્રકારનું વર્તન ન કરે.
4)માતા-પિતાના વ્યવસાયનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરે.
Comments
Post a Comment