ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક : 06 ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 / ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ : 12 ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા મુળશંકર અંબાશંકર ત્રીવેદી નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત ભ્રમ ભાંગી ગયો. તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો ભ્રમ ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક મહર્ષી દયાનન્દ સરસ્વતી તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...












Comments
Post a Comment